હાંસોટ-અંકલેશ્વર માર્ગ ઉપર આવેલ આમલા ખાડીમાં કેમિકલયુક્ત પાણી નજરે પડ્યું હતું.અંકલેશ્વરની આમલાખાડી કેમિકલયુક્ત દૂષિત પાણી માટે જાણીતી છે.હાલ તો ઉદ્યોગોમાંથી નીકળતું દૂષિત પાણી આમલા ખાડીમાં ઠાલાવવાનું બંધ છે.પરંતુ હાંસોટ-અંકલેશ્વર માર્ગ ઉપર આવેલ આમલા ખાડીમાં કેમિકલયુક્ત પાણી નજરે પડ્યું હતું.જેને પગલે પર્યાવરણ વાદીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે.ત્યારે જી.પી.સી.બી દ્વારા યોગ્ય સેમ્પલ લઈ બેજવાબદાર ઉદ્યોગ સામે પગલાં લેવામાં આવે તે અત્યંત જરૂરી છે.