મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નક્ષત્ર સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ખાડાઓ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે અને અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે. ખાસ કરીને ચોમાસામાં અને વરસાદી માહોલમાં આ ખાડાઓ પાણીથી ભરાઈ જતા હોવાના કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે ત્યારે તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે આ ખાડાઓનું સમારકામ કરવાની માંગ કરી છે.