નાગરિકોની મુશ્કેલીના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા જન્મમરણની નોંધણી સહિત પ્રાથમિક માહિતી નાગરિકોને ઓનલાઇન ઉપલબ્ધ થાય તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત તમામ જરૂરી સેવાઓ નાગરિકોને ઓનલાઇન મળી રહે તેવી વ્યવસ્થા વેગવંતી બની છે.જેના ઉપક્રમે વિવિધ તબક્કાઓમાં જિલ્લા રજીસ્ટ્રાર (જન્મ - મરણ)અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ઈ-ઓળખ પોર્ટલમાંથી સીઆરએસ પોર્ટલમાં સ્વીચ ઓવર કરવા અંગેની તેમજ જન્મ-મરણ એન્ટ્રી કરવા અંગેની તાલીમ યોજાઈ.