વ્યારા શહેરમાં ધોધમાર વરસાદ વચ્ચે માલીવાડ અને આશિષ નગર નજીક માર્ગ પર પાણી ભરાતા સમસ્યા.તાપી જિલ્લાના વ્યારા શહેરમાં ગુરુવારના રોજ 4 વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ શરૂ થતા માર્ગો પર પાણી પાણી થઈ જવા પામ્યા હતા.જેમાં માલીવાડ નજીક તેમજ આશિષ નગર નજીક માર્ગો પર પાણી ફરી વળતા નગર પાલિકાના પ્રિ મોન્સુન કામગીરીના દાવા પોકળ સાબિત થયા હતા.પાણી ભરાઈ જતા વાહનચાલકોની સમસ્યા માં વધારો થયો હતો.