સુરેન્દ્રનગર એમ.પી. શાહ આર્ટસ કોલેજમાં જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ મેળા બાદ મેદાનની સફાઈ કરાવવામાં ન આવતા ઠેર ઠેર કચરા અને ગંદકીના કારણે વિધાર્થી તેમજ મેદાનમાં વોકિંગ માટે આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ છે ત્યારે આ મામલે મનપા કચેરીમાં રજુઆત કરી મેદાનની સફાઈ કરવાની માંગ સાથે કોંગ્રેસ મહિલા પ્રમુખે પ્રતિક્રિયા આપી હતી.