રાષ્ટ્રની પ્રગતિ માટે મહિલાઓ અને બાળકોનું સ્વાસ્થ્ય અત્યંત આવશ્યક છે, તે સૂત્રને સાર્થક કરતા 'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર' અભિયાન અંતર્ગત જામનગર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફલ્લાના આયુષ્યમાન આરોગ્ય મંદિર રામપર ખાતે એક વિશેષ આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કિશોરીઓ, સગર્ભા, ધાત્રીમાતાઓ અને અન્ય મહિલાઓ સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.