વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે બાપા સીતારામની મઢુલીથી નેશનલ હાઇવે તરફ જતા એક ડબલ સવારી બાઇક આડે રાત્રીના સમયે કોઇ અજાણ્યું જનાવર ઉતરતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઇક પાછળ બેઠેલા દિપકભાઈ ઉર્ફે દિપુ રણજીતભાઈ સાગઠીયાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે બાઇક ચાલક કિશનભાઇને પણ ઇજાઓ પહોંચી હતી, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.