લીંબડી શહેર એક આદ્યાત્મિક નગરી જે દેશ વિદેશમાં છોટા કાશી તરીકે ઓળખે છે શ્રાવણ મહીના ના અંતિમ દિન શ્રાવણી અમાસે લીબડીના સ્વયંભૂ શિવાલયો માં ભવ્ય ભંડારા નુ આયોજન કરવામાં આવે છે. ફુલનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ અને રામનાથ મહાદેવ મંદિર સહિત ભલગામડા જડેશ્ચર તથા બોડીયા બોડેશ્ચર મહાદેવ મંદિરે શિવાલયો માં શિવલિંગો ને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. મહા આરતી મા ભક્તો ભાવિકો ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો એ ભંડારા નિમિત્તે મહાપ્રસાદ નો લાભ લીધો હતો.