ગુરૂવારના 1 કલાકે પારડી પોલીસે આપેલી ફરિયાદની વિગત મુજબ ગતરોજ રાત્રી દરમિયાન 11 વાગ્યાની આસપાસ પારડી પોલીસ સ્ટેશન પાસે મહાલક્ષ્મીના દર્શન કરી પરત ફરી રહેલા મોટરસાયકલ સવાર ત્રણ મિત્રોને અકસ્માત નડ્યો હતો જેમાં એકનું ઘટના સ્થળે મોત થયું હતું.જેમાં બે સારવાર હેઠળ છે. પોલીસે હાલ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.