બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા બાહુબલી કોમ્પલેક્ષની બાજુમાં આવેલા એક ફ્લેટના લિફ્ટમાં અચાનક જ ગાય ઘુસવા જતા તે લિફ્ટમાં ફસાઈ ગઈ હતી જેના કારણે ગાયનું મોત થયું હતું. ઘટના અંગેની જાણ ફાયર વિભાગને થતા ફાયર નો કાફલો ઘટના સ્થળે પહોંચી લિફ્ટમાં ફસાયેલી ગાયના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો.