રાપરમાં ચડ્ડીધારી ગેંગ દ્વારા ઘરફોડ ચોરીને અંજામ અપાયા બાદ વાગડના અન્ય ગ્રામીણ વિસ્તારોમાં પણ આ ટોળકી બેરોકટોક ફરતી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દરમિયાન લાકડીયા પોલીસે જાહેર જનતાને અપીલ કરતાં જણાવ્યું કે, બે દિવસ પેહલા લાકડીયા ગામમાં અજાણ્યા માણસો શંકાસ્પદ રીતે દેખાયા હોવાના CCTV વાયરલ થયેલ છે ત્યારબાદથી આ માણસો કોણ હતા,ક્યાંથી આવ્યા,કયા ઇરાદાથી આવ્યા હતા એ બાબતની સધન તપાસ લાકડીયા પોલીસ દ્વારા ચાલુ છે.