રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીજ્ઞેશ પટેલે ધારેશ્વર–ધાતરવડી ડેમથી નગરપાલિકા સુધીની પાઇપલાઇન કામગીરી અંગે કોન્ટ્રાક્ટરની બેદરકારીનો મુદ્દો આજે ૩ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઉઠાવ્યો છે. પત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સ્થાનિક ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો થવા છતાં કામ ધીમું ચાલે છે અને રસ્તાઓ તૂટી જતાં વાહન ચાલકો તથા નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.