લાખણી તાલુકામાં સતત વરસાદ અને વધારે પવન થી ખેડૂતો ને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે બાજરી ,,જુવાર,, એરંડા જેવા વિવિધ પાકો જમીન દસ્ત થયા છે જેના લીધે આજે લાખણી તાલુકાના સરપંચશ્રીઓએ સાથે મળીને મામલતદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી ને મળી લાખણી તાલુકાને અસરગ્રસ તાલુકા માં સમાવેશ કરી ખેડૂતો ને થયેલા નુકસાન નું વળતર આપવામા આવે તેવી આવેદનપત્ર આપી રજૂઆતો કરાઈ હતી તાલુકાના મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા