પવિત્ર નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સાથે મહિલાઓની સુરક્ષા પણ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત દેખરેખ અને બાજ નજર રાખવામાં આવી રહી છે. આ સિવાય બ્રેથ એનલાઇઝર દ્વારા પણ પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.ખાસ ટ્રેડિશનલ વસ્ત્રો સાથે મહિલા પોલીસ પણ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચાંપતી નજર રાખી રહી છે.