વ્યારા શહેરમાં આવેલ દક્ષિણાપઠ શાળા ખાતે અધિક કલેકટરની હાજરીમાં જિલ્લા કક્ષાનો કલમહાકુંભ કાર્યક્રમ યોજાયો.તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ દક્ષિણાપથ શાળા ખાતે સોમવારના રોજ 11 કલાકની આસપાસ અધિક નિવાસી કલેકટર અને વ્યારા નગર પાલિકાના પ્રમુખની હાજરીમાં જિલ્લા કક્ષાનો કલામહાકુંભ નો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જિલ્લાના અલગ અલગ શાળાના વિધાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.જેમાં રમત ગમત અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.