નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમા ધર્મ પરિવર્તનના કાવતરાનો પડદા પાસ થયો છે.સમગ્ર મામલે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં સેમિનારના બહાને દાહોદ ફતેપુરા રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાંથી 50થી વધુ લોકોને લાવવામાં આવ્યા હતા અને આ પછાત યુવક યુવતીઓને ખ્રિસ્તી પ્રાર્થના અને બાઇબલ નું જ્ઞાન આપવામાં આવતું હતું.