તરણેતર મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈ વિશેની વિગતવાર માહિતી અપાતા નાયબ પશુપાલન નિયામક ભાવિક પટેલે જણાવ્યું હતું કે, આવતીકાલનાં રોજ પશુઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ત્યારબાદ તા.૨૭ ઓગસ્ટનાં રોજ પશુપાલન વિભાગના નિષ્ણાંત અધિકારીઓની ટીમ દ્વારા પશુઓનું જજિંગ કરી શ્રેષ્ઠ પશુઓને ઇનામ વિતરણ કરવામાં આવશે. આ હરીફાઈમાં વિવિધ વર્ગવાર નિષ્ણાંતની ટીમ દ્વારા નિર્ણય કરી કેટેગરી વાઈઝ ઈનામોનું વિતરણ કરવામાં આવશે.