અરવલ્લી જિલ્લા પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત ભાદરવી પૂનમનો મેળો ભરાય છે.મોડાસા સહિત ગુજરાતભરમાં થી ભગવાન શમાળિયાના દર્શને આવતા હોય છે.આજરોજ રવિવાર સાંજના 6 વાગ્યાના સુધી 70 હજાર થી વધુ ભક્તોએ ભગવાન શમાળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાનું અને 50 હજાર લાડુના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું મંદિરના ટ્રસ્ટી એ જણાવ્યું હતું.