નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં આજે પાંચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષકે દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાની વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શિક્ષક દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને સારી કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્વયં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને તમામ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.