વાલિયા તાલુકાના ચંદેરીયા-પઠાર ગામ વચ્ચે બાઈક અને મોપેડ ભટકાતા ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી.વાલિયા તાલુકાના ચંદેરીયા-પઠાર ગામ વચ્ચે મોપેડ સવાર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે ધસી આવેલ બાઈક ચાલક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને વાહન પર સવાર ત્રણ જેટલા યુવાનોને ઇજાઓ પહોંચી હતી.ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત અંગે વાલિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.