લીલીયા ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની આગેવાનીમાં ડાયમંડ એસોસિએશનના પ્રશ્નોને લઈ બેઠક યોજાઈ. બેઠક બાદ પી.જી.વી.સી.એલ અધિકારીઓની દેખરેખ હેઠળ શહેરના વિવિધ ટી.સી. પર મેન્ટેનન્સ કામગીરી કરી ડીયા-પીનો બદલાયા અને કનેક્શન સુધારાયા. આ કામગીરી બદલ એસોસિએશન પ્રમુખ ભુપતભાઈ ધામતે ધારાસભ્ય કસવાલા તથા અધિકારીઓનો આભાર માન્યો.