શનિવારના 3 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ ધરમપુર તાલુકાના બિલપુડી ગામ ખાતે તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ગ્રામજનો ગામના સરપંચ સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો.