એક તરફ રાજ્યભરની સિવિલ હોસ્પિટલોમાં દવાઓની અછતને કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજકોટમાં ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ ના ગોડાઉનમાં કરોડો રૂપિયાનો દવાનો જથ્થો વરસાદમાં પલળી રહ્યો હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટનાએ સરકારી તંત્રની બેદરકારી અને ગરીબ દર્દીઓના સ્વાસ્થ્ય પ્રત્યેની ઉદાસીનતા ખુલ્લી પાડી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા એક અઠવાડિયાથી દવાનો જથ્થો ભરેલા ટ્રકો ગોડાઉન બહાર ખુલ્લામાં પડ્યા હતા.