ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન તરફથી નડિયાદ જિલ્લા પંચાયત ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. આજરોજ ગુજરાત આશા હેલ્થ એન્ડ વર્કર યુનિયન ની બહેનોએ જિલ્લા પંચાયત ખાતે પોતાની વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું. આરોગ્ય વિભાગમાં સેવા બજાવતી આશા વર્કર તથા ફેસિલિએટર ને ડિજિટલ કામગીરી કરવા માટે તાત્કાલિક સક્ષમ મોબાઇલ આપવામાં આવે તેમજ જ્યાં સુધી સરકાર મોબાઈલ ન આપવામાં આવે ત્યાં સુધી ઓનલાઇન કામગીરી પોતાના મોબાઇલ થી ફરજ પાડવાનું રોકવામાં આવે.