સાંતલપુર તાલુકાના નળીયા ગામે ખારી નદીમાં નવ યુવકો ડૂબ્યા હતા જેમાં પાંચ યુવકોને બચાવવામાં આવ્યા હતા.જ્યારે કે બે યુવકોના મૃતદેહ મળ્યા હતા તેમજ અન્ય ત્રણ યુવકો લાપતા રહેતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.સ્થાનિક તરવૈયા ઓ અને બચાવ ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી.