ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતેથી જણાવ્યા અનુસાર LCB ની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જૂના બંદર રોડ, વૈશાલી સિનેમા, પ્રેસ રોડ પરથી પુષ્પક નામના શખ્સને બાતમીના આધારે ઝડપી લીધો હતો અને તેની તલાસી લેતા શક્ષ પાસેથી વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા. જે અંગે પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.