મુંદરા વિસ્તારમાં આવેલી શિવશક્તિ હોસ્પીટલવાળી શેરીમાંથી એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો. આરોપી પાસેથી કુરિયર મારફતે મંગાવેલ 5.012 કિલોગ્રામ ગાંજો કિંમત રૂ. 50,120 જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીની ઓળખ સુરજકુમાર રામબલમ સાહ (ઉંમર 20) તરીકે થઈ છે. તે હાલ ધ વીલેજ હોટલની સામે, વિરેન્દ્ર શાહના મકાનમાં, નાના કપાયા, મુંદરા કચ્છ ખાતે રહે છે. તેનું મૂળ વતન બિહારના ગોપાલગંજ જિલ્લાના માંજા તાલુકાનું જગરનાથા ગામ છે.