ગુરૂવારના 1:00 વાગ્યાથી શરૂ થયેલી તપાસની વિગત મુજબ વલસાડના પારડીતાલુકાના ફિનાઈલ ફેક્ટરી પાછળ રુદ્રા રેસીડેન્સીમાં બંધ ફ્લેટમાં 1.80 લાખના દાગીના ની ચોરીની ઘટના બની હતી. જેમાં પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. આજરોજ પારડી પોલીસની ટીમે એફએસએલ અને ડોગ સ્કોડ ટીમની મદદ લેવી વધુ તપાસ શરૂ કરી છે.