વાઘોડિયાના કમલાપુરા બસ સ્ટેન્ડ પાસે વડોદરા વાઘોડિયા રોડ ઉપર એક ટ્રેક્ટર ચાલાકે અકસ્માત સર્જતા બાઈક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો ઇજાગ્રસ્ત બાઇક ચાલકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો, જ્યાં તેની તબિયત નાજુક હોવાના સમાચાર પ્રાપ્ત થઈ ગયા છે ઘટના અંગેની જાણ વાઘોડિયા પોલીસને થતા ઘટનાના સ્થળે પહોંચી ફરાર ટ્રેક્ટર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે