ભાવનગર એસઓજી પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર એસ.ઓ.જી. પોલીસ મથકની ટીમને મળેલી બાદમીના આધારે ભાવનગર શહેરના સીદસર રોડ 25 વારીયા નજીક પ્રોવિઝનની દુકાનમાં નશા કારક કફ સીરપનું વેચાણ થતું હોય, જે અંગે એસ.ઓ.જી. પોલીસ અને વરતેજ પોલીસે સંયુક્ત રીતે રેડ કરતા નશાકારક કફ સીરપની 56 બોટલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.