બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપતાં સુખરામ રાઠવા નું નિવેદન છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. બોડેલી સાથે આસપાસના અલીખેરવા, ઢોકલિયા, ચાચક તથા જાખરપુરા ગામોનો સમાવેશ કરીને કુલ 5 ગામોને સાથે રાખીને નગરપાલિકા રચના કરવામાં આવી છે. હવે બોડેલી વિસ્તારમાં શહેરી સુવિધાઓનો વધુ વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.