ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારોને પગલે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું.ગણેશોત્સવ તેમજ ઇદ સહિતના તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવે તે માટે સિટી પીઆઈ એમ. એન. રાણા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.હિન્દુ - મુસ્લિમ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.