નડિયાદ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીના કારણે મહિલાનો મૃત્યુ થયું હોવાનું આક્ષેપ પુત્ર દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પુત્ર એ નડિયાદ રૂરલ પોલીસ મથકમાં જવાબદાર અને તંત્ર સામે ફરિયાદ નોંધાવી છે અને કડક કાર્યવાહીની માંગ કરી ફરિયાદમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જો સમયસર તેની માતાની સારવાર મળી હોત તો તો જીવ બચાવી શકાય તેમ હતું પરંતુ તંત્રની બેદરકારીના કારણે પરિવારને સ્નેહીજન ગુમાવવાનો વારો આવ્યો છે.