મૂળ રાજકોટના વતની અને હાલ દુબઈ ખાતે રહી નોકરી કરતા યુવાનએ તેના મિત્રને રૂ. 17 લાખના યુએસડીટીની ખરીદી કરી આપી હોય, જેમાં આ પૈસાની લેતીદેતી મામલે યુવાન ગત તા. 9 ના રોજ દુબઈથી અમદાવાદ લેન્ડ થયો હોય, જ્યાંથી મિત્રો સાથે રાજકોટ તરફ કારમાં જતા રસ્તામાં વાંકાનેર બાઉન્ડ્રી નજીક આઠ શખ્સોએ યુવાનની કારને આંતર અપહરણ કરી લઇ જઇ માર મારી પૈસાની ઉઘરાણી કરી પરિવાર પાસે ખંડણી માંગતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં આઠ સામે ફરિયાદ નોંધાઈ છે.