માણસા ટાવર પાસે નવીન પોલીસ ચોકી બનાવવામાં આવી છે. જે પોલીસ ચોકીનું શનિવારે બપોરે 2.30 વાગ્યે જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. નવીન પોલીસ ચોકીને પગલે કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનશે. તમામ સુવિધાઓ સાથે નવીન પોલીસ ચોકી બનાવવામાં આવી છે. જે કાર્યક્રમમાં dysp કલોલ પી એન વાંદા, ips આયુષ જૈન, પીઆઇ પીજે ચુડાસમા, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી હાજર રહ્યા હતા.