કુકરમુંડા તાલુકાના મામલતદાર ને ખેડૂત દ્વારા યુરિયા ખાતર બાબતે રજૂઆત કરાઈ.તાપી જિલ્લાના કુકરમુંડા મામલતદારને મંગળવારના રોજ 2 કલાકની આસપાસ ખેડૂત જીતેન્દ્ર વળવી સહિત અન્ય ખેડૂત દ્વારા યુરિયા ખાતર બાબતે રજૂઆત કરવામાં આવી હતી.જેમાં પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તેમજ એગ્રો સંચાલકો પોતાની મનમાની ચલાવી ખાતર સાથે અન્ય ખાતર નો જથ્થો લેવા પણ જણાવતા હોય એ બાબત ના આક્ષેપ સાથે રજુઆત કરી કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી.