ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ નેત્રંગમાં 3 ઇંચ અને ઝઘડિયામાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લામાં વર્ષેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 6 મી.મી. આમોદમાં 2માં મી.મી., વાગરામાં 3 મી.મી. ભરુચમાં 1 મી.મી. ઝઘડિયામાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.