નવસારી એલ.સી.બી.એ ગુપ્ત બાતમીના આધારે નાકાબંધી દરમ્યાન મોટી કાર્યવાહી કરી છે. મુંબઇ-અમદાવાદ હાઈવે પર રાજન ઢાબા સામે રોકાયેલા કન્ટેનર (GJ-06-AX-5918)માંથી ચોરખાણું બનાવી છૂપાવેલા ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હિસ્કી તથા ટીન બિયરની કુલ 384 બોટલ, કિંમત રૂ. 2,36,400 જપ્ત કરવામાં આવી. સાથે અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 12,41,400 નો મુદ્દામાલ કબજે થયો છે. આ દરમિયાન કન્ટેનરનો ડ્રાઇવર ઝડપાયો છે.