# Jansamasya : મહે.માં રજડતા ઢોરોની સમસ્યાથી લોકો હેરાન-પરેશાન.જીરાવાલા સોસાયટીમાં એક અબોલ પશુ જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. સ્થાનિકો દ્વારા મહે. નગરપાલિકા, પશુપાલન દવાખાના જેવી જગ્યાઓએ જાણ પણ કરવામાં આવી છે. ત્યારે પશુપાલન દવાખાનામાંથી ડો.તન્વી વ્હોરા તૅમજ તેઓની ટીમ દ્વારા સ્થળ પર આવી તેની સારવાર હાથ ધરાઈ હતી. તેઓ દ્વારા આ પશુને લીમ્પી વાયરસ રોગ થયાની જાણકારી પણ અપાઈ હતી. આ રજડતા ઢોરોની સમસ્યાનું કાયમી નિવારણની લોકો દ્વારા ઉઠી માંગ.