પાટડીના કડવા પાટીદાર હોલ ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા વોટ અધિકાર જનસભા અને મત ચોરી જાગૃતિ અભિયાન સંમેલન યોજાયું. આ પ્રસંગે દસાડા તાલુકા તેમજ પાટડી શહેરના નવનિયુક્ત કોંગ્રેસ સમિતિ પ્રમુખોનો પદગ્રહણ સમારોહ પણ યોજવામાં આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ ભાઈ સોલંકી અને મહામંત્રી વિક્રમભાઈ રબારી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં તાલુકા અને નગરના કોંગ્રેસ કાર્યકરો પણ હાજર હતા.