નખત્રાણા : તાલુકાના સાંયરા ગામે રહેતા લક્ષ્મણસિંહ હરિસિંહ સોઢા સામે દારૂ અને મારામારીના ગુના નોંધાયેલા હોવાથી તેને પ્રાંત અધિકારીના હુકમથી હદ પાર કરવામાં આવ્યો હતો. ૨૩-૫ના હુકમ કરી કચ્છ, મોરબી, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જિલ્લામાંથી ૩ મહિના માટે હદપાર કરવામાં આવ્યો છે. આ આરોપી હુકમનો ભંગ કરી ગામમાં આવી જતાં એલસીબીએ તેને પકડી નખત્રાણા પોલીસે ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.