લાજપોર જેલમાંથી પોસ્કો અને એટ્રોસિટી એક્ટ ના ગુનાના આરોપી શુભમ શર્મા ને 22 મી ઓગસ્ટના રોજ સુરત કોર્ટ લવાયો હતો.ખેંચ આવતા તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાંથી આરોપી ફરજ પરના હાજર તબીબો અને પોલીસ માણસોને હાથતાળી આપી ફરાર થઈ ગયો હતો.જે આરોપીને ઝડપી પાડવા ખટોદરા,ચોકબજાર,સુરત ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમો એ તપાસ હાથ ધરી આરોપીને સિંગણપોર ચાર રસ્તા ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.