લીલીયા તાલુકાના વાઘણીયા અને બોડીયા ગામના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ₹3.55 કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. પ્રોજેક્ટ અંતર્ગત પ્રોટેક્શન વોલ, વેન્ટેડ કોઝવે અને નવા એપ્રોચ રોડનું નિર્માણ થશે, જેના કારણે ગ્રામ્ય કનેક્ટિવિટી મજબૂત બનશે અને નાગરિકોની સુવિધાઓમાં વધારો થશે.