લીલીયા તાલુકાના નાનાં કણકોટ ગામ ખાતે નિલકંઠ મહાદેવ આશ્રમમાં માનસિક રીતે અસ્વસ્થ યુવતી મળી છે, જે પોતાને ગુમ થયેલી હોવાનું કહી રહી હતી. આશ્રમના મહંતે યુવતીને મદદ કરી તેના પરિવાર સાથે મિલન કરાવવા પ્રયાસો હાથ ધર્યા છે અને આ ઘટના અંગે મીડિયા મારફતે પણ જાણકારી રજૂ કરી છે.