ભાવનગરના નવા જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે નિતેશ પાંડે એ ચાર્જ સંભાળ્યો છે. તેમણે આજે કાર્યભાર ગ્રહણ કરી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા તથા ગુનાખોરી નિયંત્રણ માટે સક્રિય કામગીરી કરવાની વાત કરી. અત્રે ઉલ્લેખનીય છે નિતેશ પાંડે અગાઉ દ્વારકા સહિતના વિવિધ જગ્યાએ મહત્વપૂર્ણ પોલીસ પદ પર ફરજ બજાવી ચૂક્યા છે. ભાવનગર જિલ્લામાં તેમની નિમણૂકથી કાયદો અને શાંતિ વ્યવસ્થામાં નવી ઉર્જા ઉમટશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.