ભાવનગર તળાજા ના નવા શોભાવડ ગામે એક વીજળીના થાંભલાનું દોરડું જમીનમાં નાખવા જેવી સામાન્ય બાબત પર બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે, એક પક્ષે હથિયારો વડે હુમલો કરતા એક જ પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી, હુમલાખોરોએ તલવાર, પાણા અને ગુપ્તી જેવા હથિયારોનો ઉપયોગ કર્યો હતો. હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.