ગઈકાલે રાત્રે 12:15 વાગ્યાની આસપાસ શહેરના નાગેશ્વર પાસે આવેલ માધવ પાર્ક 1માં રહેતાં બે પાડોશીઓ વચ્ચે પાર્કિંગ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી વધી જતા બંને પાડોશી સામસામે મારામારી કરવા લાગ્યા હતા. પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.