કુકરમુંડા તાલુકાના તુલસા અને રાજપુર ગામની નદીઓમાં ઘોડાપુર આવ્યું.તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના તુલસા અને રાજપુર ગામેથી પસાર થતી નદીઓમાં ઘોડાપુર આવ્યું હતું.જે અંગે રવિવારના રોજ 12 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ તુલસા અને રાજપુર ગામેથી પસાર થતી નદીઓમાં ઘોડાપુર આવ્યું હતું.જેને લઈ કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી નદીના પટ માં નહિ જવા અપીલ કરાઈ હતી.