અમદાવાદના મણીનગર રેલવે સ્ટેશન નજીક ક્રાઈમ બ્રાંચે મેફેડ્રોનના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી... ઝડપાયેલા શખ્સોમાં મોહમ્મદ સલીમ શેખ અને સેમન ખલાણીનો સમાવેશ થાય છે, જ્યારે તેમનો સાથી ગોસુદ્દીન હાલ ફરાર છે... આરોપીઓએ મુંબઈથી ટ્રેન મારફતે ડ્રગ્સ અમદાવાદ લવાતો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે... પોલીસે દરોડા દરમિયાન 7.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..