અમરેલી જિલ્લાના વલારડી ગામમાં દીપક પરમાર નામના યુવકે ઝેરી દવા ખાઈ લેતા તેમની તબિયત લથડી ગઈ હતી. ત્યારે આ યુવકને પ્રાથમિક સારવાર માટે બાબરા અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા છે. ઝેર સેવનનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.